👰🏻♀️ કુંવરબાઈનું મામેરું યોજના વરરાજાની માવજી ભેટ હવે સરકાર તરફથી! 🎯 યોજનાનો હેતુ ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના પરિવારોની કન્યાઓના લગ્ન સમયે તેમના પિતા/માતા/વાલી ને રૂ.12,000/- સહાય રૂપે આપવામાં આવે છે. 📜 નિયમો અને શરતો અનુસૂચિત જાતિના ગુજરાતના મૂળ નિવાસી માટે લાગુ પડે છે. પરીવારની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.6,00,000/- સુધી હોવી જોઈએ. લગ્ન સમયે કન્યાની ઉંમર ≥ 18 વર્ષ અને પિતા/માતા ≥ 21 વર્ષ હોવી જરૂરી. લગ્ન પહેલા અથવા 2 વર્ષમાં અરજી માન્ય. લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત. ગુજરાતના કોઈપણ જિલ્લાની કન્યા માટે લાગુ પડે છે. એકજ હેતુ માટે અન્ય યોજના નો લાભ લીધેલ હોય તો અહીં સહાય મળશે નહીં. 📑 અરજી માટે જરૂરી દસ્તાવેજો કન્યાનું આધાર કાર્ડ અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર વાલી/પિતાની આવકનું પ્રમાણપત્ર લગ્ન નોંધણી પ્રમાણપત્ર બેંક પાસબુક (જોઈન્ટ એકાઉન્ટ હોય તો વધુ સારું) સ્વઘોષણાપત્ર (Self-Declaration) જો પિતા ન હોય તો માતાનું પ્રમાણપત્ર અથવા ડેથ સર્ટિફિકેટ 🖱️ ઓનલાઈન અરજી માટે યોજનાની વધુ વિગતો અને ઓનલાઈન અરજી માટે મુલાકાત લો: esamajkalyan.gujarat.gov.in