Docy turns out that context is a key part of learning.
Copy link
આપણે જાણીએ છિએ કે આપણા રોજીંદા ઘણા કાર્યો જેવા કે અભ્યાસ, રોજગાર, વેપાર, વ્યવસાય, સરકારી યોજના/અરજીઓ, કોર્ટ, વિવિધ સરકારી કચેરીઓ, પોલિસ વિભાગ તેમજ સરકારી વિભાગો માંથી વેપાર-વ્યવસાયને લગતા લાઈસન્સ/પરવાનગીઓ લેવા માટે યોગ્ય પદ્ધતિ તેમજ કોમ્પ્યુટર અને ઓનલાઈનને લગતા કાર્યની સંપુર્ણ જાણકારી હોવી જરૂરી છે. યોગ્ય જાણકારીના અભાવે આપણે સમય/ઉર્જાનો વ્યય અને કાર્ય સ્થળેથી આવવા-જવામાં ઘણા પૈસા નાછુટકે વેડફવા પડે છે, તેમજ તાકીદના કાર્યો કરવામાં ઘણો અવરોધ અનુભવીએ છિએ અને સમસ્યાનો નિકાલ લાવવામાં અસફળ રહીએ છિએ. જેના કારણે ઘણી વાર ઘણું મોટુ નુક્શાન સહન કરવુ પડે છે. Amit Online Services ઉપરોક્ત કાર્યોમાં આપને સહાયક બની સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવામાં મદદરૂપ બની રહેશે. સરકારશ્રી દ્વારા ઘણા અગત્યના કાર્યો સંપુર્ણ પણે ઓનલાઈન કરવામાં આવ્યા છે, જે સરકારી કચેરીનો કાર્યભાર ઓછો કરવા, લાંબી લાઈનોમાં સમય ન વેડફાય અને સમય/પૈસાની બચત થાય તેવા યોગ્ય ઉદ્દેશ્ય માટે લીધેલ નિર્ણય ગણી શકાય. પરંતુ દરેક વ્યક્તિને ખાસ કરીને ગ્રામ વિસ્તાર અને ગરીબ-મધ્યમ પરિવારના વ્યક્તિઓને ઉપરોક્ત કાર્યોની સંપુર્ણ જાણકારી હોવી અશક્ય છે અને આ પ્રકારના કાર્યો કરવામાં અસર્થ છે. એવા વ્યક્તિઓને Amit Online Services પોતાના ૧૨ વર્ષથી વધુ સમયના અનુભવ દ્વારા સહાયક બની દરેક કાર્યોનો યોગ્ય નિકાલ માટેના પ્રયાશો તેમજ યોગ્ય માર્ગદર્શન આપી રહી છે.